સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Sunday 10 February 2013

come let's play "Minute To Win It"

                 
                                             અમે બધા રિશેષમાં બેઠા બેઠા થોડા દિવસ પહેલા  કિશોરી મેળામાં કરેલી પ્રવૃત્તિઓની ચર્ચા કરી રહ્યા હતા.કિશોરીઓને આ મેળામાં કેવી મઝા પડી હશે તેની કલ્પનાઓ કરી રહ્યા હતા.અચાનક જ શાળાના શિક્ષકશ્રી મિથુનભાઈના મન માં એક વિચાર આવ્યો.તેઓ કહેવા લાગ્યા કે ગમ્મત સાથેનું જ્ઞાન બાળકોના મનમાં ચિરસ્થાયી થઇ જાય છે......સાથે સાથે બાળક ક્યારે શીખી જાય છે તે ખબર પણ નથી પડતી.તેમને તેમના વેકેશનમાં જોયેલ એક GAME SHOW "MINUTE TO WIN IT" યાદ આવ્યો.
દિવાસળીના ખુલ્લા ખોખાને બંધ કરવાની રમત રમતા વિદ્યાર્થીઓ
અને તેમને શાળામાં આવોજ એક Game Show કરવાનો અમ સૌ આગળ પ્રસ્તાવ મુક્યો. બસ પછી તો પૂછવું જ શું? અમે સૌએ તેમના આ વિચારને અતિ ઉત્સાહ થી વધાવી લીધો.પછી તો સૌએ રીશેષમાં જ આખા Game Show નું પરિરૂપ નક્કી કરી દીધું.કેટલી Game રમાડવી?કેવી રીતે વિદ્યાર્થીઓનું શોર્ટ લીસ્ટ કરવું? રમત કયા દિવસે અને કયા સમયે રમાડવી?વિજેતાઓને શું ઇનામ આપવું? ઇનામના દાતા કોણ થશે?વગેરે વગેરે........
ડોલમાં કુકરી ફેકવાની રમત રમતો વિધાર્થી

અમે સૌએ કુલ પાંચ લેવલમાં આ Game Show યોજવાનું નક્કી કર્યું.જેમાં પ્રથમ game હતી,(૧)દિવાસળીના ખુલ્લા ખોખાને બંધ કરવું.....
(૨) ડોલમાં અમુક અંતરેથી કુકરી ફેકવી...
(૩)દોરમાં બટન પરોવવા...
(૪) ડોલમાંથી કપ વડે કુંડામાં પાણી રેડવું........
(૫)દોરમાં સોય પરોવવી........

આ બધી પ્રવૃત્તિઓ માટે 1 minute નો સમય રાખવામાં આવ્યો હતો.... જે વિધાર્થી એક મિનિટમાં સૌથી વધુ દિવાસળીના ખોખા બંધ કરે તે વિદ્યાર્થી વિજેતા ગણાતો.........
ખાલી ડોલમાં કુકરી ફેક્તી બાલિકા










આજ રીતે બાકીની બધી રમતો રમાડવામાં આવી હતી અને તેમાંથી વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા...........
દોરીમાં બટન ભરાવતી બાલિકા









દરેક વિભાગની રમતોનો આજ ક્રમ ચાલ્યો હતો .......અને તાળીઓથી રમતવીરોને વધાવી લેવાનો ક્રમ પ્રેક્ષક બનેલા વિદ્યાર્થીઓ જાળવી રાખ્યો હતો.........
રમત વિષે વિદ્યાર્થીઓને સમજાવી રહેલ શિક્ષકો


તો આવો માણીએ આ Game Show ના બીજા કેટલાક અંશો.........




Sunday 3 February 2013

કિશોરી મેળો-૨૦૧૩

કિશોરી મેળા
માટે મટકી ફોડ કાર્યક્રમની તૈયારી કરતા શિક્ષકો
મટકી ફોડ માટે પીરામીડ બનાવતી કન્યાઓ

















                                       

માં તુજે સલામ

૨૬ મિ જાન્યુઆરી એટલે આપના સૌનો રાષ્ટ્રીય તહેવાર . આ દિવસે આપના તિરંગાને સલામી આપવા માટે સૌના હાથ તૈયાર હોય છે.આ દિવસે અમારી શાળામાં વિદ્યાર્થીઓ સવારથી જ ઉજવણીના રંગે રંગાય ગયા હતા...સૌના મુખારવિંદ પર અનેરી આભા દેખાય આવતા હતા.આ દિવસે બાળકોને મીઠાઈઓ , હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇ ફેરીમાં ફરવાની મઝા,સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો તથા સૌની વછે ઇનામ લેવાની મઝા કૈક અલગ જ હોય છે.
       અમારી શાળાના બાળકો પન આ દિવસે કૈક આગવી રીતે આપના તિરંગાને સલામી આપવા માટે થનગની રહ્યા હતા....ઘણા દિવસો થી સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરી રહ્યા હોઈ તેને આજે ગામ લોકો સમક્ષ રજુ કરવા માટે  આનંદિત હતા.રેલીમાં જોડીને ઉચા અવાજે નારા બોલાવવા માટે સૌના મોઢા તૈયાર હતા..

તો આવો આપને પણ જોડાઈ જઈએ આ અનોખી ઉજવણીમાં........

પ્રભાત ફેરી માટે સજ્જ થઇ રહેલા વિદ્યાર્થીઓ














ધ્વજ વંદન કરતા ગામના સરપંચશ્રી













સ્વાગત ગીત થી મહેમાનોનું સ્વાગત કરી રહેલ શાળાની બાલિકાઓ


પંડિતજી બનેલ વિદ્યાર્થી

















એકડો સાવ સળેકડો અભિનય ગીત કરતા ધોરણ-૧ થિ૪ના બાળકો














'હો દાદા હાલોને હુતું તું તું રમવા'ગીતનો અભિનય કરી રહેલ અમારી શાળાના શિક્ષિક બહેનનો પુત્ર શ્લોક 

"ચપટી ભરી ચોખા ને" ગરબો રજુ કરતી શાળાની કન્યાઓ..

પ્રજ્ઞા પ્રવૃત્તિ



ઉત્તરાયણની તમામ મિત્રોને અમારી સમગ્ર શાળા વતી હાર્દિક શુભ કામનાઓ ..........
ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને અમરી શાળાના ધોરણ ૩/૪ ના પ્રજ્ઞા શિક્ષક શ્રી નટવરભાઈ એતેમના વર્ગના બાળકો પાસે પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરાવી હતી .જેમાં વર્ગના તમામ બાળકોએ અનેરા આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો.પતંગનું નામ સાંભળતાજ બાળક અને મોટેરાઓના મનમાં એક મસ્તીની લાગણી છવાય જાય છે.
             અમારી શાળામાં પણ કૈક આવોજ માહોલ જોવા મળ્યો હતો.શ્રી નટવરભાઈએ પ્રજ્ઞા અંતરગત સપ્તરંગી પ્રવૃત્તિમાં પતંગ બનાવ્યા હતા.જેના કેટલાક અંશો અહી આપ સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ....

પતંગ બનાવવામાં મશગુલ બાલિકાઓ