સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Wednesday 15 August 2012

વન્દે માતરમ

માં તુજે સલામ



            ૧૫ મી ઓગષ્ટ એટલે આપનો સ્વતંત્ર દિન. આ દિવસને પુરા ભારત દેશ માં પૂરી ધામધૂમ થી ઉજવવામાં આવે છે.અમારી શાળામાં પણ એક અનેરા ઉત્સાહ અને ઉમંગ થી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માં આવી.
           સવારથીજ શાળાના વાતાવરણમાં સ્વાતંત્ર દિન ની મીઠી સુગંધ પ્રસરી ગઈ હતી.આજે શાળામાં આવતા દરેક બાળકના મુખારવિંદ પર એક અનોખી આભા દેખાઈ રહી હતી.સૌ ભારતમાતા ને નમન કરવા માટે તથા રાષ્ટ્ર ધ્વજ ને  સલામી આપવા માટે થનગની રહ્યા હતા.
           આ સ્વાતંત્ર દિન ની ઉજવણી માટે અમારી શાળા માં તેના આગળના દિવસે એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૫ મી ઓગષ્ટ વિષે મુક્ત મને ચર્ચા કરવામાં આવી.અને ખરેખર આ ચર્ચામાંથી સ્વાતંત્ર દિન વિષે ગણું બધું જાણવા જેવું બહાર નીકળી આવ્યું.
          

                 અહી જુઓ આગળના દિવસની ચર્ચા સભાના કેટલાક ફોટોસ

૧૫ મી ઓગષ્ટ વિષે ચર્ચા કરી રહેલા બાળકો



સાંસ્કૃતિક કાર્યકર્મ ની રૂપરેખા ગળી રહેલા બાળકો


પોતે જાનતા વાતો બીજાને જણાવતા બાળકો


આમ આગળના દિવસેજ સ્વાતંત્ર દિને કરવાની પ્રવૃત્તિઓ તથા સ્વાતંત્ર દિન વિષે ની માહિતી મેળવી આવતી કાલ માટે તૈયાર થઇ ગયા હતા.

           સ્વાતંત્ર દિનની સવારે પ્રથમ પ્રભાત ફેરી કરવામાં આવી.સૌ બાળકો હર્ષ ભેર 'ભારત માતા કી જય ','વન દે માતરમ', 'ગાંધી બાપુ અમર રહો' અને દેશ્ભ્ક્યી ના ગીતો ગાઈ ગામ ના વાતાવરણમાં સ્વાતંત્ર દિન ની મહેક ભરી દીધી હતી. ત્યાર બાદ ધ્વજ વંદન કરવામાં આવ્યું.ગામના સરપંચ શ્રીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ધ્વજને સલામી આપી.ત્યારબાદ શાળાના બાળકો ધ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.અંતમાં ઇનામ  વિતરણ તથા મીઠાઈની વહેચણી કરવામાં આવી હતી.
     
        આમ અનેરા ઉત્સાહ અને ઉલ્લાસ વચ્ચે આજના ૬૬ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.

આવો માણીએ આ ઉજવણીના કેટલાક અંશો............