સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Sunday 23 September 2012

એકમ કસોટીનું આયોજન

                               નમસ્કાર મિત્રો,આજે તમારી સમક્ષ ગણા  દિવસો પછી ઉપસ્થિત થવાનું થયું છે. આજે અમે અમારી શાળામાં ધોરણ ૫ થી ૮ માં દરેક એકમ પત્યા પછી જે એકમ કસોટી લેવામાં આવે છે તેના કેટલાક ફોટોગ્રાફસમુક્યા છે......
































Wednesday 5 September 2012

શિક્ષક દિનની ઉજવણી

                         

                      આજે   ૫  મી સપ્ટેમ્બર ,શિક્ષક દિન આપના ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમનો જન્મ દિવસ પુરા ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે...
 
              દરેક બાળકની એક ઈચ્છા તો અવશ્ય હોય કે તે પોતાના મનગમતા શિક્ષકના  જેવું  ક્યારેક વર્ગ ખંડમાં જઈને ભણાવે....અને તેમની આ ઈચ્છા શિક્ષક દિને તેઓ પૂરી કરી શકે છે..
              આ હેતુ થીજ અમે પણ અમરી શાળામાં શિક્ષક દિન ની ઉજવણી આ રીતે કરવાનું નક્કી કર્યું.આયોજન થયું આગલા દિવસની પ્રાથના સભામાં.શાળાન આચાર્યશ્રી અરવિંદભાઈએ પ્રસ્તાવ રજુ કર્યો કે આવતી કાલે શિક્ષક દિનની આપની શાળામાં ઉજવણી કરવાની હોઈ જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માંગતા હોઈ પોતાનું નામ રજીસ્ટર કરાવે.........................અને પછી રજીસ્ટ્રેશન માટે અમારી બધાની કલ્પના બહાર લગભગ ૨૦ થી વધુ નામ આવ્યા......અમારી શાળામાં કુલ ૮ ધોરણ અને કદાચ અમારે જરૂર પડે તો ૧૩ થી ૧૪ શિક્ષકોની પણ અમે એક પણ બાળકને નિરાશ કરવા માંગતા નહોતા......અને અમે અમારું આયોજન એવી રીતે કર્યું કે તમામ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ શકે
                આ રજીસ્ટ્રેશનમાંથી શિક્ષક દિન માટે એક દિવસના શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાનામાંથી ધોરણ ૮ ના વિદ્યાર્થી પ્રજાપતિ દશરથભાઈને આચાર્યશ્રી બનાવ્યા. હવે મહત્વની  વાત ત્યાં આવીને અટકી કે શાળાના સમગ્ર સમય પત્રકનું સંચાલન કોણ કરે? અગાઉના વિદ્યાર્થીઓ પૈકી બધા એક બીજાની સામે જોવા લાગ્યા અને ત્યાંજ અમરાઈ મુંજવણ વચ્ચે ધોરણ ૭ માં અભ્યાસ કરતા મફભઈએ ઉભા થઇને ખુબ જ ઉતસ થી અને સહર્ષ કહ્યું કે    : "સાહેબ આ કામ હું કરીશ..."  અને અમારા સૌના આનંદ નો કોઈ પરના રહ્યો પ્રાર્થનામાં હાજર તમામે તમામ બાળકોએ મફાભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા...
           બીજા દિવસે સવરે શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓ પોતાના નવા કપડામાં સજ્જ થઇ ને સમય સર શાળમાં પહોચી ગયા અને એક શિક્ષકની જેમ પોતાનું કામ શરુ કરી દીધું......પ્રર્તના સભાથી માંડીને શિક્ષણ કાર્ય,મધ્યાહ્ન ભોજન દરેક બાબતોમાં રસ લઈને પોતાનું કામ સરસ રીતે કરી બતાવ્યું.આચાર્ય બનેલા શ્રી દશરથભાઈએ પણ દરેક વર્ગની મુલાકાત લઇ શિક્ષણ કાર્યની માહિતી મેળવી....દરેક બાળકોએ ખુબ સારું  કાર્ય કર્યું..
     આવો આપને સૌ પણ આ શિક્ષક દિન ના સહભાગી બનીએ..........


હાજરી પત્રક 

શિક્ષકોને સોંપાયેલ વિષયો 
           






















પ્રાર્થના સભામાં ભાગ લઇ રહેલા નવા શિક્ષકો 

આજના આચાર્ય શ્રી દશરથભાઈ 

પ્રજ્ઞા વર્ગમાં કામ કરી રહેલ જીજ્ઞાબેન