સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Sunday 29 July 2012

we & our Maggi (તીખી સેવ)

પવિત્ર શ્રાવણ માસમાં મંદિરોમાં  'હર હર ભોલે અને ઓમ નમઃ શિવાય' ની ગુંજ વાગતી હોય અને એમાંય આજે  વાળી પાછી શનિવારની સવાર.આજનું વાતાવરણ જ કઈક લાગતું હતું.આજે શાળામાં દરેક બાળકના મુખ પર કુતુહલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું.
ગઈ કાલે જયારે શાળા છોડવામાં આવી હતી ત્યારે દરેક બાળકને એક સુચના આપવામાં હતી કે આવતી કાલે સવારે શાળામાં આ શાળાના શિક્ષકશ્રી તરફથી તિથી ભોજન  આપવાનું હોય દરેક બાળક પોતાના ઘરેથી જમવા માટે  એક ચમચી લઈને આવે.
બસ આ એક વાક્યે શાળાના દરેક બાળકને વિચારતા કરી દીધા હતા કે સાહેબ એવી તો કઈ ચીજ લાવવના હશે કે આપની પાસે ક્યારેય નહિ ને આજે ઘરેથી ચમચી મંગાવી છે.દરેક પોતાની કલ્પનાના ઘોડા દોવવા લાગ્યા.હવે તો તેમને  એક જ ઇન્તેજારી હતી કે ક્યારે આવતી કાલ થાય અને પોતાની જીગ્નાશાનો અંત આવે.
અને તે સવાર આવી ગઈ શાળાની સમૂહ સફાઈમાં દરેક બાળકના મુખે એક જ વાત હતી કે,આજે તિથી ભોજનમાં શું હશે? પ્રાર્થના પછી વર્ગ કાર્ય શરુ થયું અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વિદ્યાર્થીઓની ઇન્તેજરી માં ઈજાફો થવા લાગ્યો.
અંતે રીશેશનો સમય થયો અને જમવા માટે શાળાના તમામ બાળકો ઓસરીમાં જમવા ગોઠવાઈ ગયા ત્યારે બાળકોની આંખમાં જે તત્પરતા વર્તાતી હતી તે અહી શબ્દમાં વર્ણવવું ગણું અઘરું છે.
જયારે અમે સ્ટાફ મિત્રો પીરસવા આવ્યા ત્યારે તેમને મેગી જોઈ અને પછી બાળકો અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે આતો સેવ છે.
પણ તેમને તે વાત નહોતી ખબર કે આ સેવ કોઈ સામાન્ય સેવ નથી,આ તો તીખી સેવ છે.
બાળકોને જયારે આ વિષે પૂછવામાં આવ્યું ત્યારે દ્દરેક બાળકનો એક જ જવાબ હતો કે આવું તો સાહેબ અમે ક્યારેય ખાધું નથી.
અને પાછી જયારે પ્રાર્થના કરી તેઓએ ખાવાની શરૂઆત કરી ત્યારે તેમને તેના સ્વાદની અસલમાં ખબર પડી. અને પછી તો ખાતા ખાતા મેગીની બનાવવાની રીતની પણ ચર્ચા શરુ થઇ ગઈ.મોટા ભાગ ના તો કહેવા લાગ્યા અમે હવે ઘરે જાતે બનાવીને ખાશું.................અને પછી સૌ બાળકોએ ધરાઇને મેગી ખાધી......

        મિત્રો તમને સૌને એમ થશે કે આ તિથી ભોજનમાં મેગી ખવડાવી તે કઈ મોટી વતનથી.આવું તો ગણી શાળાઓ ખવડાવતી હશે.પણ અહીની પરિસ્થિતિ મુજબ જયારે ગામમાંથી કોઈ દાતા તિથી ભોજન આપે ત્યારે તેનું મેનુ બસ એક શીરો અને મગની દાળ જ હોય છે.અહીના મોટા ભાગના બાળકો આવી મેગી અને અન્ય ચીજોથી તદ્દન અજાણ હોય છે.અમરો આશય ફક્ત એટલોજ હતો કે અહીના બાળકો કશુક અલગ જમે..........................


અહી પ્રસ્તુત છે અમારી મેગી કહાનીના કેટલાક ફોટોગ્રાફ્સ


મેગી બનાવવા માટે ડુંગળી અને અન્ય મસાલો તૈયાર કરતા શિક્ષકો.....























































































Wednesday 11 July 2012

પ્રજ્ઞા અભિગમની સામગ્રી

                       અહી પ્રજ્ઞા અભિગમ માં ઉપયોગી થવાય તે હેતુથી ધોરણ ૩/૪ નીકેટલીક સામગ્રી PDFfile સ્વરૂપે મુકેલ છે.જે આપ તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો......


  1. ધોરણ ૩/૪ માટે પર્યાવરણ વિષયની છાબડી
  2. ધોરણ ૩/૪ માટે ગણિત વિષયની છાબડી
  3. ધોરણ ૪ માટે ગૃહકાર્યની બુક
  4. ધોરણ ૩ માટે ગણિત વિષયની ગૃહકાર્યની બુક

Sunday 8 July 2012

આજ રોજ લેવાયેલ tet 2 ની પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો નીચેથી .....


TET - 2 EXAM PAPER SOLUTION

rijadeja.com ના સહયોગથી આ પેપર મુકેલ હોય તો તેમાં રહેલ ભુલ અંગે અમને માફ કરશો .......આભાર 

પ્રજ્ઞા અભિગમ માટેના કેટલાક પત્રકો


મિત્રો અહી અમે પ્રજ્ઞા અભિગમ માટે  ઉપયોગી કેટલાક પત્રકો અમારા થરાદ બી.આર.સી.કો.ઓ.શ્રી કરશનભાઈ પઢાર સાહેબ  અને થરાદ પ્રજ્ઞા બી.આર.પી. શ્રી ભરતભાઈના સહયોગથી મુકેલ છે.આપ આ પત્રકો તેની લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો .....આભાર....

  1. પ્રજ્ઞા વિદ્યાર્થી પ્રોફાઈલ
  2. પ્રજ્ઞા વર્ગખંડ મુલાકાત પત્રક
  3. સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર

Thursday 5 July 2012

‘तेरी है जमी’


दोस्तों ! हमने यहा  ८ वी कक्षा के हिंदी विषयमे पढाये जानेवाली पहली काव्य ‘तेरी है जमी’ को आपके सामने रखने का प्रयास किया है| यह काव्य आप उसकी लिंक पे क्लिक करके उसे डाऊनलोड कर  सकते है| हमे आशा है की आपको यह बहुत उपयोगी होगी|


ગુલાબી કેમ કરી જશું ચાકરી

મિત્રો અહી ધોરણ ૮ ના નવા અભ્યાસક્રમનું કાવ્ય 'આભ માં ઝીણી ઝબુકે વીજળી '  લેખિત અને તમે સાંભળી શકો તે માટેન નીચે એક લીંક મુકેલ છે ...આશા ર્ઝ્ખીએ છીએ કે આપણ ને તે મદદરૂપ થશે .........


 ગુલાબી કેમ કરી જાશો
 
     આભમાં ઝીણી ઝબૂકે વીજળી
     ઝીણા ઝરમર વરસે મેહ
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
     ભીંજાય હાથીને બેસતલ સૂબો
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
     ભીંજાય મેડીની બેસતલ રાણી
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     તમને વહાલી તમારી ચાકરી
     અમને વહાલો તમારો જીવ
     ગુલાબી નહિ જવા દઉં ચાકરી

'આભમાં ઝીણી ઝબુકે વીજળી'  ક્લિક કરો અને સાંભળો