સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Thursday 5 July 2012

ગુલાબી કેમ કરી જશું ચાકરી

મિત્રો અહી ધોરણ ૮ ના નવા અભ્યાસક્રમનું કાવ્ય 'આભ માં ઝીણી ઝબુકે વીજળી '  લેખિત અને તમે સાંભળી શકો તે માટેન નીચે એક લીંક મુકેલ છે ...આશા ર્ઝ્ખીએ છીએ કે આપણ ને તે મદદરૂપ થશે .........


 ગુલાબી કેમ કરી જાશો
 
     આભમાં ઝીણી ઝબૂકે વીજળી
     ઝીણા ઝરમર વરસે મેહ
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
     ભીંજાય હાથીને બેસતલ સૂબો
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
     ભીંજાય મેડીની બેસતલ રાણી
     ગુલાબી કેમ કરી જાશો ચાકરી

     તમને વહાલી તમારી ચાકરી
     અમને વહાલો તમારો જીવ
     ગુલાબી નહિ જવા દઉં ચાકરી

'આભમાં ઝીણી ઝબુકે વીજળી'  ક્લિક કરો અને સાંભળો 

No comments:

Post a Comment